મેઘરાજા ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. એક તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યાં બીજી તરફ વરસાદી માહોલ વચ્ચે દરિયો પણ તોફાની બન્યો છે. પોરબંદરના દરિયામાં 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે.